VIDEO: છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી, ફરી સત્તાની ખેંચતાણ શરૂ
સોર્સ : gstv
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટરે 22 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સામાન્ય સભા બોલાવવાનો સમય ફાળવતા ફરી સત્તાની ખેંચતાણ શરૂ થઈ છે. અગાઉના પ્રમુખ મંજુલાબેન કોળીનો જાતિનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યા બાદ તેમને પદેથી સસ્પેન્ડ કરાતા પ્રમુખનું પદ ખાલી હતું. હવે ચીફ ઓફિસરને એજન્ડાની બજવણી સહિતની કાર્યવાહી સોંપવામાં આવી છે. પ્રમુખ પદને લઈને ભાજપના બે જૂથોમાં પોતાના સમર્થિત ઉમેદવારને આગળ કરવાની કવાયત ચાલી રહી છે. નગરપાલિકામાં ભાજપ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ સભ્યો પણ છે, ત્યારે આગામી સામાન્ય સભામાં નવા પ્રમુખની વરણી સાથે સત્તાની સ્થિતિ સ્પષ્ટ થશે.

