VIDEO: છોટાઉદેપુર: કોલેજ હોસ્ટેલની જર્જરિત હાલત સામે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ રાઠવાના ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
છોટા-ઉદેપુરમાં આવેલી શ્રી નટવરસિંહજી કોલેજ હોસ્ટેલની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી છે. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ હોસ્ટેલની રૂબરૂ મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી હતી...આ મુલાકાત દરમિયાન હોસ્ટેલની દીવાલોમાં તિરાડો, પ્લાસ્ટર ઉખડી જવું તેમજ પીવાના પાણી અને સ્વચ્છતાનો ભારે અભાવ જોવા મળ્યો હતો, જેનાથી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. વાલીઓ અને સ્થાનિકોએ વહેલી તકે હોસ્ટેલનું રિનોવેશન કરવાની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

