VIDEO: છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે AAPએ દાવેદારી નોંધાવતા રાજકરણ ગરમાયું, પક્ષ માટે બહુમતી સાબિત કરવી પડકાર સમાન
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે આમ આદમી પાર્ટીએ દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. AAPના રાજેશ રાઠવાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, જોકે જિલ્લા પંચાયતમાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત નથી. કુલ 32 બેઠકોમાંથી AAPને માત્ર 13 બેઠકો પર જીત મળી હતી.
ઉમેદવારી ફોર્મ ભરવા દરમિયાન રાજેશ રાઠવા વ્યક્તિગત રીતે હાજર રહ્યા નહોતા અને તેમના પ્રતિનિધિમંડળે પ્રક્રિયા પૂર્ણ કરી હતી. બીજી તરફ, AAPના જ તાલુકા સંગઠન પ્રમુખ દ્વારા રાજેશ રાઠવા સામે FIR નોંધાવવામાં આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સમગ્ર ઘટનાક્રમ પર રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.

