VIDEO: નસવાડી APMC ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી APMCની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ મતદાન યોજાશે. આશરે 15 વર્ષ બાદ પ્રથમ વખત ખેડૂત વિભાગની બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ પ્રેરિત સહકાર પેનલ દ્વારા સભાનું આયોજન કરી તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા મતદારોનો સંપર્ક કરી સહકાર પેનલના ઉમેદવારો માટે સમર્થન માગવામાં આવી રહ્યું છે. હવે 10 બેઠકોની ચૂંટણીમાં મતદારો કોના પક્ષે ઝુકે છે અને પરિણામ બાદ APMCમાં કોનું વર્ચસ્વ રહે છે તેના પર સૌની નજર છે.

