VIDEO: નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા પરંતુ ભાજપે મેન્ડેટ ન આપ્યા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા રજીસ્ટ્રારની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપના જૂથે એક થઈને ખેતીવાડી વિભાગની ૧૦, ખરીદ વેચાણની ૨ અને વેપારી પેનલની ૨ બેઠકો માટે ફોર્મ ભર્યા છે. જોકે, હજુ સુધી ભાજપ મોવડીમંડળ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા નથી. સામે પક્ષે કોંગ્રેસ પણ પોતાની પેનલ બનાવી ફોર્મ ભરાવી રહી છે. નસવાડી APMCમાં ભાજપ પોતાની મજબૂત સ્થિતિ હોવાનો દાવો કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે મેન્ડેટને લઈને સ્થાનિક રાજકારણમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

