Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Palsar school is dilapidated, students are forced to study

VIDEO: Chhotaudepurના પાલસરની શાળા જર્જરિત, ધરાશાયી થતી દિવાલો વચ્ચે ભણવા વિદ્યાર્થી મજબૂર

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થયા છે. બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલા ટેબલ પણ ધૂળ ખાઈ રહ્યા છે. જયારે આદિવાસી વિસ્તારમાં જીવના જોખમે શિક્ષકો જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે. એક ઓરડાની દિવાલ અચાનક જ ધરાશયી થઇ છે. આવી ઘટના જે ઓરડામાં બાળકો બેસે છે. તેમાં બને તો મોટી જાનહાની થાય તેમ છે. 

App Store

દિવાલ ધરાશાયી થઈ

નસવાડી તાલુકાના પાલસર ગામે ત્રણ જેટલા પ્રાથમિક શાળાના ઓરડા બનાવેલા છે. આ તમામ ઓરડા જર્જરિત છે. જયારે કમ્પાઉન્ડમાં આવેલા એક ઓરડાની દિવાલ પણ પડી ગયેલી છે. સાથે જે શાળાના ઓરડામાં ધોરણ 1થી 5માં 35થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તેઓને બે ઓરડામાં બેસાડવામાં આવે છે. જેમાં એક ઓરડો પતરા વાળો છે. તેની છતના લાકડા સડી ગયેલા છે. તાર બાંધીને લાકડાને બાંધવામાં આવેલા છે. જયારે બાળકોને બેસાડવામાં આવે છે. તે ઓરડા જર્જરિત છે. ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં છે. તંત્ર દ્વારા આ ઓરડાઓનું સર્વે કરી દેવામાં આવ્યું છે. ઓરડા જર્જરિત છે. તેવો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે. હાલ તો બાળકોને જર્જરિત રૂમોમાં બેસાડવામાં આવે છે. જયારે ત્રીજો ઓરડો છે. તે કમ્પાઉન્ડમાં આવેલો છે. તે ઓરડાની દિવાલ ધરાશયી થઇ ગઈ છે. આ ઓરડો બાળકો કમ્પાઉન્ડમાં રમતા હોય અને ધરાશયી થાય તો બાળકો દબાઈ જાય તેમ છે. 

વરવો નમૂનો

બાળકોને ભણવા માટે ટેબલ આપવમાં આવેલા છે. તે ટેબલ ધૂળ ખાઈ રહ્યા છે. બાળકોને ટેબલ ઉપર શિક્ષણ કાર્ય મેળવવા માટે આપવામાં આવતા નથી. જયારે શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ ટેબલો ઉપર શિક્ષણ કાર્ય કરાવવા માટે મુશ્કેલી પડે છે. જયારે બે રૂમ અને બે શિક્ષક અલગ અલગ અભ્યાસ કરાવતા હોય ત્યારે પુરેપુરી જગ્યા બાળકોને મળે છે. પરંતુ શિક્ષણ કાર્ય માટે ટેબલ આપવામાં આવતા નથી. નસવાડી તાલુકાના પાલસર ખાતે આવેલી શાળાના ઓરડા તંત્ર બનાવતું નથી. હાલ બાળકો જીવના જોખમે અભ્યાસ તો કરી રહ્યા છે. પરંતુ, ઓરડા ધરાશયી થાય તો મોટી જાનહાની થઇ શકે છે. આદિવાસી વિસ્તારમાં વર્ષોથી જર્જરિત ઓરડા હોવા છતાંય શિક્ષણ વિભાગ વર્ષો સુધી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું રહ્યું. હવે, ગામેગામ ઓરડા જર્જરિત થઇ ગયા છે. સરકાર એક સાથે ઓરડા બનાવવાની ગ્રાન્ટ ફાળવી શકતી નથી. અનેક ગામોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આદિવાસી વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે. તેની સુવિધા તંત્ર આપી શકતું નથી તેનો આ વરવો નમૂનો છે. 

ટોપિક્સ:chhotaudepurnaswadistudy