VIDEO: Chhotaudepurના અંબાલામાં MGVCLની બેદરકારી, મહિનાથી નથી થતી વીજ પોલ-લાઈનની કામગીરી
છોટાઉદેપુર તાલુકામાં એક મહિના અગાઉ પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે ખેતી લાઈન પસાર થાય છે. જે લાઇનના વીજપોલ અને વીજ લાઈન ધરાશયી થયો હતો. એક મહિના અગાઉ બનાવ બન્યો હતો. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. વીજ લાઈન રસ્તા ઉપર પડી જતા જીવનું જોખમ ઊભું થયું છે. અને વીજ પોલની લાઈનો પણ નીચે પડી ગઈ છે. વારંવાર ગ્રામજનો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ગ્રામજનોએ જણાવ્યું હતું, કે જો કોઈ ઘટના બનશે તો મધ્ય ગુજરાત વીજ કંપનીની જવાબદારી રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વહેલી તકે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી તેવી પણ ગ્રામજનોએ માંગ કરી હતી. ત્યારે આ બાબતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું હતું, કે અંબાલા ગામની રજૂઆત 22 તારીખના રોજ આવી છે. દિન સાત ની અંદર ગામ લોકોની સમસ્યાઓ જે છે. તેનો નિકાલ થઈ જશે.

