VIDEO: નસવાડી-બોડેલી રોડ ઉપર બનેલો વર્ષો જૂનો પુલ જર્જરીત હાલતમાં, નવો બ્રિજ બનાવવા માગ
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી-બોડેલી રોડ ઉપર દેશણ ચોકડી પાસે નર્મદા નિગમની કેનાલ પર વર્ષો જૂનો બ્રિજ હાલ જર્જરીત હાલતમાં છે. સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ અથવા તો નર્મદા નિગમના અધિકારીઓ કાળજી લેતા નથી. અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેની જાણે કે રાહ જોવાઈ રહી છે.
બ્રિજની પેરાફિટ આખી તૂટી ગઈ છે અને તિરાડો પણ પડી ગઈ છે. 900 કરોડથી વધુના ખર્ચે ફોર લેન રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અનેક જગ્યાઓ ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વહેલી તકે આ કેનાલ ઉપરનો બ્રિજ બનાવવામાં આવે તેવી માગ ઉઠી છે.

