VIDEO: બોડેલીમાં કરોડોના ખર્ચે નિર્માણાધીન પ્રોટેક્શન વોલની કામગીરીમાં અધિકારીઓની સૂચક ગેરહાજરી
સોર્સ : gstv
છોટાઉદેપુરના બોડેલી સ્થિત અલ્હાદપુરા ગામે ઓરસંગ નદી પર નર્મદા નિગમના બ્રિજની સુરક્ષા માટે રૂપિયા 80 કરોડના ખર્ચે બની રહેલી પ્રોટેક્શન વોલની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જલારામ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા આ 510 મીટર લાંબા પ્રોજેક્ટમાં કોંક્રિટિંગની કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીઓની સૂચક ગેરહાજરી જોવા મળી છે.
નિયમ મુજબ આર.એમ.સી. પ્લાન્ટથી લઈને સાઈટ પર મિક્સર ખાલી થાય ત્યાં સુધી અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી અને ડેટાની ચકાસણી અનિવાર્ય છે, છતાં અહીં કરોડોના કામો 'રામ ભરોસે' ચાલી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

