VIDEO: ગુજરાતમાં શિક્ષણ ભગવાન ભરોસે, નસવાડીની આંગણવાડી ચાલે છે અંબે માતાની ધર્મશાળામાં
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી આંગણવાડી 4 નંબરની માં અંબે માતાના ધર્મશાળામાં ચાલે છે. આંગણવાડી જર્જરિત બનતા સરકારને ધર્મશાળાનો સહારો લેવો પડ્યો છે. એક વર્ષથી ધર્મશાળામાં આંગણવાડી ચલાવવામાં આવે છે. તંત્રે નસવાડી ટાઉનમાં આંગણવાડી બનાવવવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. આંગણવાડી 4 નંબરનું બિલ્ડિંગ જર્જરિત છે. ત્રણ વખત સર્વે કરવામાં આવ્યું છે. પરંતુ નવા બિલ્ડિંગ માટે ગ્રાન્ટ ફાળવતા નથી. વિકસિત ગુજરાતમાં પાયાનું શિક્ષણ મેળવવા માટે ધર્મશાળાનો સહારો લઈને આંગણવાડી ચલાવવામાં આવે છે. વિકસિત ગુજરાતની આ તસવીરો છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 118 આંગણવાડી ભાડામાં મકાનમાં ચાલે છે. 359 આંગણવાડીઓ ગ્રામજનોના મકાનમાં ચાલે છે. ત્યારે વિકાસની વાતો કરનાર સરકાર ગુજરાતના છેવાડાનો જિલ્લો છોટાઉદેપુર છે. ત્યાં આંગણવાડીના મકાન પણ બનાવી શકતી નથી જ્યારે વિકાસની વાતો ફક્ત કાગળ ઉપર જ છે.

