VIDEO: કેવી રીતે ભણશે ગુજરાત! Chhotaudepurમાં જીરો શિક્ષકથી ચાલતી શાળામાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થી
છોટાઉદેપુર જિલ્લામાં દિવસે અને દિવસે શિક્ષણ સ્તર નીચે જઈ રહ્યું છે. જેનું કારણ શિક્ષણમાં અવ્યવસ્થા જોવાઈ રહ્યું છે. કેટલીક શાળામાં શિક્ષકોની ઘટ છે. જેને લઈ બાળકોને પાયાનું શિક્ષણ નથી મળતું. આજે સ્થિતિ એવી છે કે બાળકોને 1 થી 100 એકડા પણ નથી આવડતા. જો આ સ્થિતિ રહેશે તો કેમ કરી ભણશે ગુજરાત..જિલ્લામાં 1700 જેટલા શિક્ષકોની ઘટ છે. જે બાબતે સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવીએ શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો છે. કેટલીક શાળા તો જીરો શિક્ષકથી ચાલે છે .
જીરો શિક્ષક શાળા
શાળામાં અન્ય શાળાના શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવવા આવે છે. જે કોઈ શિક્ષક આવે છે. તેની શાળાના બાળકો પણ શિક્ષણથી વંચિત રહે છે. આવી જે એક જીરો શિક્ષક વાળી શાળાની સ્થિતિ જોવા અમારી ટીમ ત્યાં પહોંચી તો 11 વાગ્યે પણ તાળા પણ લટકી રહ્યા હતા. જ્યારે 11 પછી શિક્ષક આવ્યા તો તેમણે જણાવ્યું કે તેમના સબંધી બીમાર હતા. બાળકોનો નાસ્તો લેવા ગયો હતો. જેથી થોડું મોડું થયું.
જીવના જોખમે અભ્યાસ કરવાની મજબૂરી
નસવાડી તાલુકાના ચામેઠા ગામની શાળા અતિ પૂરાણી છે. પતરા જર્જરીત બન્યા છે. દિવાલો પર તિરાડો પડી છે. કમ્પાઉન્ડની દિવાલો પડુ પડુ થઈ રહી છે. કેટલીક તો પડી પણ ગઈ છે. દિવાલોમાં પડેલા ગાબડામાંથી કેટલાક બાળકો પસાર થતા હોય તેવું પણ જોવાયું હતું. બાળકો સ્કૂલમાં સફાઈ કરતા પણ જોવા મળ્યા હતા. બાળકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. શૌચાલયની પણ વ્યવસ્થા નથી. આ સ્થિતિને લઈ સીધા બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે. આજે ચોથા અને પાંચમાં ધોરણના બાળકોને સરવાળા પણ નથી લખતા આવડતા. એ બાળકોની ભૂલ નથી. શિક્ષણ કાર્યના અભાવ હોવાનું બાળકોનું કહેવું છે. વાલીઓનું કહેવું છે કે જર્જરીત શાળાને લઈ કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોણ લેશે..
સારા શિક્ષણ માટે માગ
હાલ ચોમાસામાં શાળામાં દિવસે ને દિવસે સંખ્યા ઘટી રહી છે. ગામમાં જ શાળા હોવા છતાં વાલીઓ અન્ય શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલી રહ્યા છે. આ સ્થિતિ જિલ્લાના મોટા ભાગની શાળાની છે. જિલ્લામાં જીરો શિક્ષક વાળી નવ જેટલી શાળા આવેલી છે. તે કેટલીક શાળામાં શિક્ષકોની ઘટ જોવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લા માં શિક્ષણનું સ્તર ન ઘટે તે માટે શિક્ષણ વિભાગ સારી શાળા અને અને શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે.

