VIDEO: Chhotaudepurના ડોલોમાઈટ ઉદ્યોગને પડ્યા પર પાટુ, ટ્રાન્સપોર્ટેશનની સાથે રોયલ્ટી વધતા હાલાકી
છોટાઉદેપુર ખાતે ડોલોમાઈટ પાવડર બનાવવાની 100 જેટલી ફેક્ટરી આવેલી છે. ડોલોમાઈટનો પાવડર સમગ્ર રાજ્યમાં જાય છે. આ પાવડરથી અલગ અલગ વસ્તુઓ બને છે. પાવીજેતપુરનો ભારજ બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ ગયા તેમજ બોડેલી ઓરસંગ બ્રિજ બંધ થઈ ગયો છે. બોડેલી પાસે મેડિયા બ્રિજ બંધ થઈ ગયો છે કડવાલ પાસે બ્રિજ બંધ થઈ ગયો છે. જેના કારણે હાલ તમામ ભારદારી વાહન ચાલકોને વડોદરાથી ડભોઇ, દેવલિયા, નસવાડી થઇને એક જ માર્ગે છોટાઉદેપુર જવાનો બચ્યો છે. જેમાં 60 કિલોમીટરનું અંતર વધી જાય છે. જેના પગલે એક ટને 100 રૂપિયાનો વધારો ભાડામાં વધારો થઈ ગયો છે. રોયલ્ટીમાં સરકારે ભાવ વધારો ઝીંકતા ખાણમાંથી પથ્થરો આવતા હતા. તે મોંઘા બની ગયા છે. હાલ બજારોમાં ડોલોમાઈટ પાવડરનો ભાવ ન વધતા ડોલોમાઈટ પાવડરની ફેક્ટરીઓ ધરાવતા માલિકોને ભાવ વધારે ન મળતા માલનો ભરાવો થઈ રહ્યો છે.ગમે ત્યારે આ ફેક્ટરીઓને તાળા વાગી જશે તેવી નોબત આવી ગઈ છે. ટ્રાન્સપોર્ટ મોઘું થતા હાલ તો ફેક્ટરીઓમાંથી માલનો ઉપાડ થતો નથી. માલનો ભરાવો થઈ રહ્યો છે. સરકારના વાંકે હાલ તો 10 હજાર મજૂરો બેકાર બને તેવી સ્થિતિ છે.

