Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Municipality fails to clean the pond, expenses rise as ponds rise

VIDEO: Chhotaudepur પાલિકા તળાવની સફાઈ કરાવવામાં નિષ્ફળ, જળકુંભી ઉગી નીકળતા ખર્ચો પાણીમાં

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુસુમસાગર તળાવની સફાઈ કરાવવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. 50 લાખના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું હતું. 11 લાખનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે. પરંતુ, તળાવમાં ચારેકોર જળકુંભી ઊગી નીકળી છે. જેના કારણે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છે. છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધિશો કોન્ટ્રાકટર ને સફાઈ માટે નોટિસ આપતા કોન્ટ્રાકટરના જણાવ્યા મુજબ તળાવ માંથી જળકુંભી બહાર કાઢવા માટે કોઈ જગ્યા નથી અને નગરપાલિકા જળકુંડી બહાર કાઢવા માટે કોઈ રસ્તો મૂક્યો નથી. 

App Store

તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

છોટાઉદેપુર નગરમાં મધ્યમાં તળાવ આવેલું છે. તળાવમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉદ્ભવ છે. કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું રિનોવેશન કરાવ્યું છે. પરંતુ તળાવ માં ગંદકી નું સામ્રાજ્ય હોવાથી તળાવ ના પાણી માં ગંદકી દેખાઈ રહી છે. છોટાઉદેપુર નગર ની શાન ગણાતું તળાવ ની સફાઈ ક્યારે કરાવવામાં આવશે તે તો જોવાનું રહ્યું હાલ તો 50 લાખ ના ખર્ચે ટેન્ડર આપવામાં આવેલું છે એજન્સી કામ ના કરતી હોવાના લીધે નગરપાલિકા ના ચીફ ઓફિસરે એજન્સી ને નોટિસ આપી છે  કોન્ટ્રાકટર તળાવ અંદર ઊગી નીકળેલી જળકુંડીની સફાઈ ના કરતો હોવાનું નગરપાલિકા ના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

 

ટોપિક્સ:chhotaudepurkusum sagarlake