Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Development works worth Rs 99 crore stalled

VIDEO: Chhotaudepurમાં 99 કરોડના વિકાસ કામો ઘોંચમાં, પ્રાયોજકના વહિવટદાર ન નિમાતા આયોજનો ટલ્લે ચડ્યાં

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, બોડેલી, કવાંટ, છોટાઉદેપુર પાવીજેતપુર આ તમામ તાલુકા આદિવાસી તાલુકા છે. આદિવાસી તાલુકાઓમાં ગુજરાત પેટર્ન યોજનામાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે તેમજ પ્રાથમિક શાળાના ઓરડા આંગણવાડીના મકાન તેમજ રોડ રસ્તા અને અન્ય સુવિધાઓ જેવી કે શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે તેમજ ખેડૂત લક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા ગુજરાત પેટર્ન યોજનામાં પ્રાયોજના વહીવટદારની કચેરીને ગ્રાન્ટ ફાળવે છે. 6 તાલુકા માટે ચૂંટાયેલી પાંખના ધારાસભ્યો સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખો પાસે આયોજન મંગાવવામાં આવે છે. પરંતુ, સમગ્ર રાજ્યમાં ટ્રાયબલ જિલ્લાઓમાં આયોજન થઈ ગયું હતું. પરંતુ છોટાઉદેપુર જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે. આ જિલ્લામાં હજુ સુધી આયોજન થયું નથી. તેની પાછળ પ્રભારી મંત્રી અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે સંકલન ન થતા 99 કરોડનું આયોજન ઘોચમાં પડી રહ્યું છે. આદિવાસી જિલ્લામાં વિકાસ થાય તે માટે સરકાર ગ્રાન્ટ તો ફાળવે છે. પરંતુ સમયસર આયોજન ન થતા વિકાસના કામો થતા નથી. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે. તેવા સમયે આ ગ્રાન્ટ આચારસંહિતાના કારણે વાપરી નહીં શકાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. જ્યારે ચૂંટાયેલી પાંખના નેતાઓ અને અધિકારીઓ સંકલન કરી 99 કરોડની ગ્રાન્ટનો સદુપયોગ કરે તે જરૂરી બન્યું છે. આદિવાસી જિલ્લા માટે ફળવાતી ગ્રાન્ટ સમયસર વપરાતી નથી તેનો આ વરવો નમૂનો છે.

App Store
ટોપિક્સ:chhotaudepurdevelopmentcrore