VIDEO: છોટાઉદેપુર રેલવે સ્ટેશનમાં સુરક્ષા અને બચાવ માટે મોકડ્રિલ યોજાઈ
સોર્સ : gstv
છોટા-ઉદેપુર રેલવે સ્ટેશન રેલવે વિભાગ દ્વારા સુરક્ષા અને બચાવ કામગીરી માટે એક વિશેષ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું…. આ મોકડ્રિલમાં વડોદરા મંડલ, NDRFની ટીમ અને રેલવે સુરક્ષા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા….રેલ અકસ્માત જેવી આકસ્મિક સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે આ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. રાહત અને બચાવ ટીમો દ્વારા ઘટનાસ્થળે સચોટ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ અકસ્માત સમયે ઝડપી અને સંકલિત પગલાં લેવા પર ભાર મૂકવાનો હતો.

