VIDEO: સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ગૌરવનો સંદેશ, સંસ્કૃત ગૌરવ યાત્રા
સોર્સ : gstv
છોટાઉદેપુરમાં વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખી શહેરના માર્ગો પર ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો. રેલીમાં જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સહિત અનેક અગ્રણીઓ અને જિલ્લા પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરતા વિવિધ સંદેશો સાથે રેલીમાં ભાગ લીધો હતો.

