VIDEO: દેશની તાકાત વિવિધતામાં, દરેક રાજ્યને પોતાની ભાષા, સંસ્કૃતિ પર ગર્વ કરવાનો અધિકાર : રાહુલ ગાંધી
સોર્સ : gstv
ચેન્નાઈમાં કાર્યક્રમમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશની સાંસ્કૃતિક વિવિધતા અને વિદ્યાર્થીઓના પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દેશની તાકાત તેની વિવિધતામાં છે અને દરેક રાજ્યને પોતાની ભાષા તથા સંસ્કૃતિ પર ગર્વ કરવાનો અધિકાર છે. તમિલનાડુની સંસ્કૃતિને રાષ્ટ્રીય વારસાનો મહત્ત્વનો ભાગ ગણાવ્યો. વિદ્યાર્થીઓ રોજગાર અને પરીક્ષા પ્રણાલીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. યુવાનોની ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે તેઓ દેશનું ભવિષ્ય છે, એમ તેમણે કેન્દ્ર સરકારને આહ્વાન કર્યું.

