VIDEO: તેજગઢ આદર્શ નિવાસી શાળામાં ગેરરીતિ: પ્રાથમિક સુવિધાઓના અભાવે વાલીઓનો હોબાળો, 10 દિવસમાં આંદોલનની ચીમકી
સોર્સ : gstv
છોટાઉદેપુરના તેજગઢ ખાતે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાનો અભાવ જોવા મળ્યો..અને ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો...આ આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 થી 12 ના 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકાર દર વર્ષે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપતી હોવા છતાં, અહીં બાળકોને મેનુ મુજબ ભોજન મળતું નથી અને પીવાના પાણી માટે બહાર ભટકવું પડે છે. હોસ્ટેલના 20 જેટલા રૂમોમાં દરવાજા જ નથી અને ખુલ્લા વીજ વાયરોથી અકસ્માતનો ડર રહે છે. આચાર્ય અઠવાડિયામાં માત્ર એક જ વાર આવતા હોવાની ફરિયાદો ઉઠતા વાલીઓ અને આદિવાસી આગેવાનોએ શાળાએ પહોંચી આક્રમક રજૂઆત કરી હતી. આગેવાન વિનુભાઈ રાઠવાનો આરોપ છે કે બાળકોનું શોષણ થઈ રહ્યું છે. જો સુધારો નહીં થાય તો 10 દિવસમાં ઉગ્ર આંદોલન કરાશે.

