છોટાઉદેપુરના તેજગઢની છાત્રાલયમાં ગૃહપતિના ત્રાસના વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ બાળ સુરક્ષા અધિકારી સામે કર્યા

તેજગઢ ખાતે ગજાનન છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા સાઈબા ભાઈ રાઠવા નાના ભૂલકાઓને લાતે લાતે મારવાની ઘટના બહાર આવી હતી. જેને લઈને તંત્રના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. બાળ સુરક્ષા અધિકારી તેજગઢ ખાતે પહોંચીને બાળકોના જવાબ લીધા હતા.
ગૃહપતિ પર આક્ષેપ
બાળકોએ ગૃહ પતિ માર મારે છે. તેવા જવાબો લખાવતા બાળ સુરક્ષા અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ જણાવ્યું કે, સમગ્ર મામલાની તપાસનો રિપોર્ટ આદિજાતિ વિભાગના અધિકારીને સોંપવામાં આવશે. જ્યારે આદિજાતિ અધિકારી આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલ તો તેજગઢ છાત્રાલયના બાળકો ગૃહપતિના ત્રાસથી ઘરે જતા રહ્યા હતા. તેઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેઓ સહી સલામત છે. હાલ તપાસ ચાલી રહી છે.
10 વિદ્યાર્થી નાસી ગયા
શ્રી ગજાનન છાત્રાલયમાંથી 10 વિદ્યાર્થી જતાં રહ્યાં છે. વિદ્યાર્થીઓના હોસ્ટેલ છોડવા પાછળ તંત્રની ઉદાસીનતા બહાર આવી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, ગૃહપતિ કેફી પીણું પીને માર મારે છે. જેને લઈને વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડવા મજબૂર બને છે.

