Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Lack of administrative facilities in Bodeli Municipality

VIDEO: બોડેલી પાલિકામાં વહીવટી સુવિધાઓનો અભાવ, સામાન્ય સભા યોજવા માટે તંત્ર પાસે પોતાની જગ્યા જ નથી!

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી બોડેલી નગરપાલિકામાં વહીવટી સુવિધાના અભાવે ગંભીર સવાલો ઉભા થયા છે. નવા પ્રમુખની વરણી માટેની સામાન્ય સભા યોજવા માટે પાલિકા પાસે પોતાની જગ્યા ન હોવાથી છેવટે તાલુકા સેવાસદન ખાતે બેઠક યોજવાની ફરજ પડી હતી.

App Store

પાલિકા અસ્તિત્વમાં આવ્યાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી સદસ્યોને બેસવા માટે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી, જેના કારણે હવે નવા નિમાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ક્યાં બેસશે તે એક મોટી મુંઝવણ બની છે. સ્થાનિકો અને સદસ્યો દ્વારા વહેલી તકે પાલિકાનું ભવન નિર્માણ કરવાની માંગ તેજ બની છે.