VIDEO : 'હા, મેં દારુ પીધો છે!' છોટાઉદેપુરથી ગોંડલ જતી એસ.ટી. બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાતા ચકચાર
સોર્સ : gstv
છોટાઉદેપુરથી ગોંડલ જતી એસ.ટી. બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. બસમાં સવાર મુસાફરોને ડ્રાઈવરની અસામાન્ય હરકતો પર શંકા જતા તેમણે સાવચેતીના ભાગરૂપે પાવી જેતપુર પાસે બસ રોકાવી દીધી હતી અને તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. વાયરલ વીડિયોમાં ડ્રાઈવર પોતે બિયર પીધો હોવાની કબૂલાત કરતો જોવા મળી રહ્યો છે. મુસાફરોએ સમયસૂચકતા વાપરી નશાખોર ડ્રાઈવરને પાવી જેતપુર પોલીસના હવાલે કર્યો હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર આ ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે, જેના પગલે એસ.ટી. વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે.

