VIDEO : છોટાઉદેપુરના સાંસદે વસ્તી ગણતરીની સ્વગણના પ્રક્રિયાને લઈ નાગરિકોને કરી મહત્વપૂર્ણ અપીલ
સોર્સ : GSTV
છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ દેશભરમાં શરૂ થયેલી વસ્તી ગણતરીની સ્વ ગણના પ્રક્રિયાને લઈ નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે હવે ડિજિટલ યુગમાં લોકો ઘરે બેઠા સુરક્ષિત રીતે પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકે છે, જે દેશના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે અનિવાર્ય છે. સાંસદે ભાર મૂક્યો હતો કે વસ્તી ગણતરીના આંકડાઓ જ ભવિષ્યમાં નવી સુવિધાઓ અને વિકાસકામોનું આયોજન નક્કી કરે છે, તેથી દરેક નાગરિકે પોતાની સાચી માહિતી સમયસર પૂરી પાડી આ રાષ્ટ્રહિતની કામગીરીમાં સહભાગી બનવું જોઈએ.

