VIDEO: નસવાડી તાલુકાના લીંડા ગામે કરોડોના ખર્ચે બનેલી સિંચાઈ કેનાલ લોકાર્પણ પૂર્વે જ ક્ષતિગ્રસ્ત
સોર્સ : gstv
નસવાડી તાલુકાના લીંડા ગામે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે હેતુસર એક કરોડ ઓગણીસ લાખ રૂપિયાના મસમોટા ખર્ચે સાડા ત્રણ કિલોમીટર લાંબી નવી કેનાલનું નિર્માણ કરાયું છે. બોડેલીની વીરકૃપા એજન્સી દ્વારા કરાયેલા આ કામની દેખરેખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક હતી. તળાવમાંથી હજુ ખેડૂતો સુધી એક ટીપું પાણી પહોંચ્યું નથી અને કેનાલમાં સત્તાવાર પાણી છોડાયું તે પૂર્વે જ દીવાલોમાં તિરાડો ઉપસી આવી તેમજ અમુક ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો. અધિકારીઓની ઘોર બેદરકારી તેમજ યોગ્ય નિરીક્ષણના અભાવે હલકી કક્ષાનું બાકામ સામે આવ્યું છે. સરપંચ દ્વારા આ બાબતે સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરાઈ છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આદિવાસી વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

