VIDEO: ChhotaUdepurમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું મહત્ત્વનું નિવેદન
સોર્સ : gstv
છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય ચૂંટણી લડશે નહીં. રાઠવાએ જણાવ્યું કે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે પાર્ટીના ઉમેદવારોને જીતાડવા ખડેપગે રહેશે. જો ગામના લોકોની વધુ માંગ હશે, તો પણ તેઓ અન્ય યુવા કાર્યકરોને તક આપવાનું પસંદ કરશે. પરિવારવાદથી દૂર રહીને સંગઠનને મજબૂત કરવાના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા છેડાઈ છે.

