VIDEO: Chhotaudepurના અલીખેરવામાં માજી સરપંચની ગેરરીતિ ઝડપાઈ, સ્વભંડોળની વાપરી નાખી 20 લાખની ગ્રાંટ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે 2017/18 માં અને 2018/19 માં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિ બાબતે નરહરિભાઈ પટેલએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં કંચનભાઈ પટેલ અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદે હતા. ત્યારે ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાં તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વગર સરકારના નિયમ અનુસાર કરવાનો ખર્ચ હોય તેનાથી વધારે ખર્ચ સરકારી ચોપડે પાડીને સરકારી નાણાં વાપરી નાખતા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ છે.
ઘરના દરવાજા ઉપર નોટિસ ચોંટાડી
20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ની ગેરરીતિ જણાતા તાલુકા વિકાસ અધિકારીએ બે વાર અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચને નોટિસ આપવા છતાંય હાજર રહ્યા નથી. તેઓએ સરકારી રેકોર્ડ અને નાણાંના ખર્ચની વિગતનો ખુલાસો ન આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. જયારે અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના તલાટીના જણાવ્યા મુજબ નોટિસ બજાવવા માટે જતા અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ કંચનભાઈ પટેલના ઘરે ગયા હતા. તે વખતે ઘર ને તાળા મારેલા હોવાથી તેઓના ઘરના દરવાજા ઉપર નોટિસ ચોંટાડી હતી.
તંત્ર મુંઝવણમાં મુકાયું
તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ કંચનભાઈ પટેલને આખરી નોટિસ આપવામાં આવશે. તેઓ હાજર નહિ રહે તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો માજી સરપંચ ભાજપના વગદાર નેતા છે. તેઓ સામે અન્ય ફરિયાદો પણ નોંધાયેલ છે. તેઓ ફરાર છે. ત્યારે ગ્રામ પંચાયતની ગેરરીતિની તપાસમાં હાજર ના રહેતા તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે.

