Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Huge potholes on Orsang river bridge in Chotaudepur endanger motorists: Rage against system's negligence

VIDEO: છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના બ્રિજ પર મસમોટા ખાડાઓથી વાહનચાલકો પર જોખમ: તંત્રની બેદરકારી સામે રોષ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા અને મધ્ય પ્રદેશને જોડતા મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-56) પર આવેલા ઓરસંગ નદીના બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો અવરજવર કરે છે, પરંતુ મસમોટા ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ બ્રિજ પર ૩૦ ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીની હાજરી ન હોવાને કારણે નિયમોનો અમલ માત્ર કાગળ પર જ સીમિત રહ્યો છે. રાત્રિના સમયે આ ખાડાઓ અકસ્માત માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે જવાબદાર તંત્ર કોઈ મોટી દુર્ઘટના રાહ જોયા વગર વહેલી તકે બ્રિજનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે અને ઓવરલોડ વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ સુનિશ્ચિત કરે.

App Store