Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Hot water comes out of boring in Tejgarh of Chhota-Udepur, people are curious

VIDEO: છોટા-ઉદેપુરના તેજગઢમાં બોરિંગમાંથી નીકળે છે ગરમ પાણી, લોકોમાં કુતૂહલ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના તેજગઢ તાલુકાના હરદાસપુરા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે. ગામના છત્રસિંહ રમણભાઈ રાઠવાના બોરિંગમાંથી પૂનમના દિવસથી ગરમ પાણી નીકળતું હોવાની માહિતી સામે આવી છે.સામાન્ય બોરિંગમાંથી સામાન્ય તાપમાનનું પાણી નીકળવાને બદલે અહીં ગરમ પાણી નીકળતા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોવા આવી રહ્યા છે. આ અનોખી ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જગાવ્યું છે.ગામના તલાટી-કમ-મંત્રીએ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે વધુ તપાસ માટે સંબંધિત વિભાગ અને નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે. હાલ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે

App Store