VIDEO: છોટા-ઉદેપુરના ખેડૂતોને રોવાનો વારો આવ્યો, કેળાના મણના ભાવ ગગડતા માથે આભ તૂટ્યું
સોર્સ : GSTV
છોટા-ઉદેપુરના બોડેલી અને સંખેડા તાલુકાના જબુગામ, ચલામલી અને માંકણી વિસ્તારના ખેડૂતો કેળાની ખેતી કરે છે. રમઝાન અને શ્રાવણ મહિનામાં ખેડૂતોને કેળાના પ્રતિ મણ 350થી 400 રૂપિયાનો ભાવ મળતો હતો. જોકે હવે આ ભાવ ઘટીને 50થી 60 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, સંખેડા તાલુકાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વડતાં જબુગામ, ચલામલી, અને માંકણી વિસ્તારના મોટા ભાગના ખેડૂતો કેળની ખેતી કરી રહ્યા છે, કેળાનો ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

