Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Heavy rain with black dibang clouds amid weather department forecast in Bodeli

VIDEO: બોડેલીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. આ વરસાદથી ખાસ કરીને સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદી ઝાપટાં ચોમાસું પાક માટે સંજીવની સમાન સાબિત થશે. અચાનક બદલાયેલા હવામાને બોડેલી પંથકમાં ચોમાસાનો માહોલ ફરી તાજો કરી દીધો છે.

App Store