VIDEO: છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ૧૬ નવા એન્જિનિયરોની નિમણૂક મામલે ભારે વિલંબ.
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ૧૬ નવા એન્જિનિયરોની નિમણૂકની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ભરતીના એક મહિના પછી પણ જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા અટકાવી રાખવામાં આવી છે. એન્જિનિયરોએ દસ્તાવેજો જમા કરાવી દીધા હોવા છતાં તાલુકા કક્ષાએ પોસ્ટિંગ આપવામાં આવતું નથી. છોટાઉદેપુર, નસવાડી, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા જેવા મોટા તાલુકાઓમાં એન્જિનિયરોની અછતને કારણે વિકાસકામોની દેખરેખ અને માર્ગ-મકાન વિભાગનાં કામો પર ભારે અસર પડી રહી છે. તંત્ર દ્વારા આ કાગળની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવે તો જિલ્લાના વિકાસનાં કામોને મોટો વેગ મળી શકે તેમ છે.

