Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Congress holds massive rally against Election Commission in Chhota Udepur, demands resignation of Chief Election Commissioner

VIDEO: છોટાઉદેપુરમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસની મોટી રેલી, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચની કામગીરી સામે  છોટાઉદેપુરમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવી કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ દરમિયાન શહેરમાં મોટી રેલી કાઢી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ કરાઈ હતી. હાથમાં બેનરો અને ઝંડા સાથે કાર્યકરોએ સેવાસદન તરફ જવાનો પ્રયાસ કરતાં પોલીસે ગેટ પર જ તેમને રોકી લીધા હતા, આ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને લોકશાહીની રક્ષા માટે લડત જરૂરી છે. રેલીમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

App Store