VIDEO: છોટાઉદેપુરમાં ન.પાના પ્રમુખની વરણી પહેલા જ પાંચ સભ્યો ભાજપમાં જોડાયા
સોર્સ : gstv
છોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખની વરણી પહેલા જ ભાજપે મોટો રાજકીય ધડાકો કરીને પાલિકામાં પોતાની બહુમતી મજબૂત કરી લીધી.. ૨૨ તારીખે યોજાનારી પ્રમુખની ચૂંટણી પહેલાં જ પૂર્વ ઉપપ્રમુખ ઝાકીર દડી સહિત ગુજરાત સર્વ સમાજ પાર્ટીના ચાર અને બહુજન સમાજ પાર્ટીના એક મળી કુલ પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ભાજપ સંગઠનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પાલિકામાં સત્તા મેળવવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે, જેના કારણે હવે ભાજપ પાસે સૌથી મોટું સંખ્યાબળ થઈ ગયું છે.

