VIDEO: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જલારામ મંદિરે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જન્માષ્ટમી પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાયું હતું. નસવાડીના જલારામ બાપાના મંદિરે છેલ્લા ૩૦ વર્ષથી પરંપરાગત રીતે ભવ્ય કાર્યક્રમ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ સાથે મંદિર પરિસર 'નંદ ઘેર આનંદ ભયો'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કનૈયાના જન્મ બાદ પરંપરાગત માટલીફોડ કાર્યક્રમ યોજાયો હતો અને ભગવાનને હિંચકે ઝુલાવી પૂજા કરાઈ હતી. ભજન, કીર્તન અને ગરબાના માહોલ વચ્ચે મોડી રાત સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

