Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : 1501st Eid Milad-un-Nabi Celebrations in Chhota Udaipur and Naswadi

VIDEO: છોટાઉદેપુર અને નસવાડીમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય અને આન-બાન-શાનથી ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સહિત સંખેડા, બોડેલી અને કવાંટમાં હઝરત મુહમ્મદ મુસ્તફાના ૧૫૦૧મા જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નસવાડીના સરકાર ફળિયાથી નીકળેલું ભવ્ય જુલૂસ નગરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને બાળકો જોડાયા હતા. સમગ્ર વિસ્તાર નાત શરીફના પઠનથી ગુંજી ઊઠ્યો હતો અને શરબત-પ્રસાદનું વિતરણ કરાયું હતું. રોશનીથી શણગારેલી મસ્જિદોમાં વિશિષ્ટ દુઆ અને મુએ મુબારકની ઝિયારત યોજાઈ હતી. પયગમ્બર સાહેબના શાંતિ, ભાઈચારા અને માનવતાના સંદેશ સાથે આ પર્વની દેશની કોમી એકતા માટે દુઆ માંગી હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ.

App Store