VIDEO: છોટાઉદેપુર સંગ્રહાલય ખાતે ‘ફોટોગ્રાફી પ્રદર્શન..દેશ-વિદેશના 90 સુંદર ચિત્રો બન્યા આકર્ષણનું કેન્દ્ર
સોર્સ : gstv
વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે છોટાઉદેપુર સંગ્રહાલયમાં ‘ફોટોગ્રાફી પ્રદર્શન-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગના DCF રૂપક સોલંકીના હસ્તે ઉદ્ઘાટિત આ પ્રદર્શનમાં છોટાઉદેપુર ઉપરાંત દેશ-વિદેશના ફોટોગ્રાફર્સે ભાગ લીધો છે. જેમાં સંસ્કૃતિ, સમુદાય, વન્યજીવન અને વારસાને આવરી લેતા 90 જેટલા આકર્ષક ફોટોગ્રાફ્સ રજૂ કરાયા છે. આ પ્રસંગે અમદાવાદના જાણીતા ફોટોગ્રાફર પરવેઝભાઈ દ્વારા ફોટોગ્રાફીની વિવિધ તકનીકો અને મહત્વના પાસાઓ પર એક ખાસ વર્કશોપ યોજીને ઉપસ્થિત ફોટોગ્રાફર્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

