VIDEO: છોટાઉદેપુર ડીડીઓએ ડુંગર વિસ્તારમાં છ કલાક સુધી ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતની છોટાઉદેપુર ડીડીઓ સચિન કુમારે મુલાકાત લીધી હતી. તેમણે કુંડા, હરખોડ અને તેતરકુડી સહિતના વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું. કુંડા ગામે કાચા ઝૂંપડામાં ચાલતી આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને અપાતા ભોજન, વજન અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. કુંડાથી નોલીયાબારી જતા કાચા રસ્તે પગપાળા જઈ રસ્તાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. ધારસિમેલ શાળામાં બાળકો સાથે નીચે બેસીને શિક્ષણની ગુણવત્તા અંગે વાતચીત કરી હતી.

