VIDEO: છોટાઉદેપુરની તેજસ્વી તિરંદાજ હેતવી ચૌધરીની આસામ રાઈફલ્સ સ્પોર્ટ્સ માટે થઈ પસંદગી
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની કોલેજમાં અભ્યાસ કરતી અને તિરંદાજીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હેતવી ચૌધરીએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. હેતવીએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ મેળવ્યા છે. તેની આ પ્રતિભાને ધ્યાનમાં રાખીને હવે તેની ભારતીય સેનાની આસામ રાઈફલ્સ સ્પોર્ટ્સ માટે પસંદગી કરવામાં આવી છે. તે આગામી દિવસોમાં ગુવાહાટી અને દીમાપુર ખાતે 9 મહિનાની વિશેષ તાલીમ મેળવશે. અગાઉ વર્ષ 2024માં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરના એક્સપોઝર કેમ્પ માટે ભારતની આઠ દીકરીઓમાં ગુજરાતમાંથી એકમાત્ર હેતવીની પસંદગી થઈ હતી. તાજેતરમાં ગાંધીનગર ખાતે તેને 'જયદીપસિંહજી જુનિયર એવોર્ડ'થી પણ સન્માનિત કરવામાં આવી છે.

