Palanpur news: વડોદરા રેન્જની મહિલા ખો-ખો ટીમે DGP કપ જીત્યો, છોટાઉદેપુરની 8 ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું

સોર્સ : gstv
ગુજરાતના પાલનપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.પાલનપુરમાં યોજાયેલી ગુજરાત પોલીસ DGP કપ મહિલા ખો-ખો સ્પર્ધામાં વડોદરા રેન્જની ટીમે ફાઇનલમાં હરીફને હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી છે. ટીમની સૌથી મોટી શક્તિ બની છોટા-ઉદેપુરની 8 બહાદુર ખેલાડીઓ, જે નેશનલ ટુર્નામેન્ટ માટે પસંદગી પામી છે.
સુપ્રિટેન્ડેન્ટ ઈમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું સન્માન
સુપ્રિટેન્ડેન્ટ ઈમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું સન્માન કર્યું. આ ટીમ હવે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે..ફરજ, પરિવાર અને રમતને સાથે ન્યાય આપતી આ મહિલાઓએ ખેલો ઇન્ડિયાની સફળતા સાબિત કરી છે.ગુજરાતની ટીમમાંથી નેશનલ ખો-ખો ટુર્નામેન્ટ માટે પસંદ થયેલી ૧૨ ખેલાડીઓ પૈકી આઠ ખેલાડીઓ છોટાઉદેપુર જિલ્લાની છે. આ ટીમ હવે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

