Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : fountains flew in the fields as leakage was not repaired

VIDEO: Chhotaudepurના ગઢબોરીયાદમાં પાણીનો વેડફાટ, લીકેજ રિપેર ન થતાં ખેતરોમાં ઉડ્યા ફુવારા

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે નર્મદાના ફિલ્ટર વાળા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વાલ લીકેજ હોવાથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે. પોચંબા પાણી પુરવઠા યોજનાના કોન્ટ્રાકટર અને પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની પાઇપના વાલ લીકેજને રિપેર ન કરતા લાખો લિટર પાણી કોતરોમાં અને ખેતરોમાં વહી જાય છે. નજીકમાં જ વીજલાઇન પસાર થાય છે. પાણીના ફુવારા વીજ લાઇન સુધી ઉડે છે. જેના કારણે ખેતર માલિક ખેતરમાં જઇ શકતો નથી. મુખ્ય રોડ ઉપર પાણી વહેતું હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ગઢબોરીયાદના સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય વાલ રિપેરિંગ કરાતો નથી. 

App Store

 

ટોપિક્સ:chhotaudepurnaswadiwater line