VIDEO: Chhotaudepurમાં મામલતદારની કાર્યવાહી, 6 લાખથી વધુની આવક ધરાવનાર રેશનકાર્ડ ધારકોને નોટિસ
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં પુરવઠા વિભાગ દ્વારા 6 લાખ થી વધુ આવક ધરાવતા અને ઈન્ક્મટેક્સની રિટર્ન ફાઈલ ભરતા હોય છે. એવા રેશનકાર્ડ ધારાકોને નોટિસ આપવાની કામગીરી શરુ કરી છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં આ કામગીરીથી હજારો રેશનકાર્ડ રદ્દ થઇ જશે. અત્યાર સુધી આ રેશનકાર્ડ ગ્રાહકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેતા હતા. જયારે પુરવઠા વિભાગની આ કામગીરીથી ગરીબ લોકોને લાભ મળશે. અત્યાર સુધી વધારે આવક ધરાવતા લોકો રેશનકાર્ડનો જથ્થો મેળવીને સરકારને ચૂનો લગાવતા હતા. હવે આવા રેશનકાર્ડ ગ્રાહકોને શોધવાનો પુરવઠા વિભાગનો નવતર પ્રયોગથી સરકારને પણ ફાયદો થશે. હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં કામગીરી ચાલી રહી છે જેનાથી 6 તાલુકામાં અનેક લોકો ના રેશનકાર્ડ રદ્દ થઇ જશે સરકાર દ્વારા આદેશ કરાતા પુરવઠા વિભાગ ના તમામ નાયબ મામલતદારો કામગીરી માં જોતરાયા છે અને નોટિસ આપીને રૂબરૂ બોલાવી રેશનકાર્ડ ગ્રાહકો પાસે જવાબ લેવામાં આવશે, અને રિટર્ન માંગવામાં આવશે. જે રેશનકાર્ડ ધારક ની 6 લાખ થી વધારે આવક ધરાવતા હોય એવા પરિવારો ના રેશનકાર્ડ જપ્ત કરવાંમાં આવે છે

