Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Construction of school in Baikoi village incomplete, contractor missing

VIDEO: પાયાકોઈ ગામે શાળાનું બાંધકામ અધૂરું, કોન્ટ્રાક્ટર ગાયબ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે પ્રાથમિક શાળાના બાંધકામ માટે પાયા ખોદાયા બાદ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ જતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા પાયાકોઈ ગામે આશરે 20 લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવા માટે માર્ચ 2026માં એ.આર. પટેલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. શાળાનું બાંધકામ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરીને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના બાંધકામ માટે માત્ર પાયા ખોદવામાં આવ્યા બાદ આગળનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. બાંધકામ અધૂરું રહેતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે શાળાનું બાંધકામ તાત્કાલિક શરૂ કરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.આ મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, ગ્રામજનોના જણાવ્યા મુજબ નોટિસ બાદ પણ બાંધકામની કામગીરી આગળ વધી નથી. હાલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નાના ભૂલકાઓને શાળાની સુવિધાથી વંચિત રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને શાળાનું બાંધકામ ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News