VIDEO: માળીયાહાટીનાના તરસિંગડા ગામે તોફાની પવન સાથે વરસાદ: ખેતરોમાં ઝાડ ધરાશાયી થતાં નુકસાન થયું
સોર્સ : gstv
માળીયાહાટીના તાલુકાના તરસિંગડા ગામમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ તોફાની અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો....આ ભારે પવનને કારણે ગામના ખેતરોમાં મોટા નુકસાનના અહેવાલો મળ્યા છે. પરસોતમ પટોડીયા સહિતના સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં ઊભા વૃક્ષો અને ઝાડવા જોરદાર પવનના લીધે ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા છે, જેને કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

