VIDEO: સાવલીના રાણીપુરા ગામે મનરેગા કૌભાંડ અંગે ટીડીઓને કરાઈ લેખિત રજૂઆત
સોર્સ : gstv
વડોદરાના સાવલીના રાણીપુરા ગામે મનરેગા યોજનાના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે અરજદારોએ તાલુકા વિકાસ અધિકારીને અરજી પાઠવી છે. કાગળ પર રોડ-રસ્તાના કામ પૂર્ણ દર્શાવી નાણાં ચૂકવી દેવાયા હોવાનો દાવો કરીને અરજદારોએ તેમની હાજરીમાં રૂબરૂ સ્થળ તપાસ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, મસ્ટર રોલ, એમબી, ફોટોગ્રાફ્સ, ચૂકવણીની વિગતો, જોબકાર્ડ તેમજ વીસીઈ મારફતે થયેલી નાણાકીય હેરફેરની ઊંડાણપૂર્વક તપાસ કરવા રજૂઆત કરાઈ છે. અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ મૂકીને અરજદારોએ આ સમગ્ર મામલે ત્વરિત તપાસ પૂર્ણ કરી લેખિત અહેવાલ આપવા માંગ કરી છે.

