Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chotaudepur collector's humanity: the accident-stricken woman was brought to the hospital in her own car

VIDEO: છોટાઉદેપુર કલેક્ટરની માનવતા: અકસ્માતગ્રસ્ત મહિલાને પોતાની ગાડીમાં પહોંચાડી હોસ્પિટલ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લામાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં કલેક્ટર ગાર્ગી જૈને અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક મદદ પહોંચાડીને સંવેદનશીલતા દર્શાવી છે. આજે સવારે જ્યારે કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં પાદરવટ ગામની નીતાબેન રાઠવા નામની મહિલા અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. મહિલાને માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું ધ્યાને આવતા જ કલેક્ટર ગાર્ગી જૈને પોતાનો કાફલો અટકાવ્યો હતો અને તત્કાલ પોતાની સરકારી ગાડીમાં જ ઇજાગ્રસ્ત મહિલાને બેસાડીને સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચાડી હતી. કલેક્ટરની સતર્કતા અને સમયસૂચકતાને કારણે ઇજાગ્રસ્ત મહિલાને સમયસર તબીબી સહાય મળી શકી હતી, જેનાથી તેમની તબિયત જોખમમાં મુકાતી બચી હતી

App Store
ટોપિક્સ:gstvgstv newschhota udepur