VIDEO: છોટાઉદેપુર / AAPમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ, પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી
સોર્સ : gstv
છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ હવે હિંસક વળાંક પર પહોંચ્યો છે. આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ પક્ષના જ જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવા ઉર્ફે લગામી વિરુદ્ધ ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે પોતાના પસંદગીના ઉમેદવારને ટિકિટ ન મળવાની અદાવત રાખી રાજેશ રાઠવાએ અન્ય ૧૨ લોકો સાથે મળી શ્રીકુંજની કાર પર જીવલેણ હુમલો કર્યો હતો. ફરિયાદીની કારને બે ગાડીઓ વડે ઘેરીને ટક્કર મારવામાં આવી હતી. આ ઘટનાથી રાજકીય ગરમાવો વધ્યો છે અને પાર્ટીની આંતરિક ખેંચતાણ છતી થઈ છે.

