છોટા ઉદેપુર: 13 વર્ષીય સગીરાની હત્યા મામલે આરોપીની ધરપકડ, હત્યા પાછળનું કારણ જાણીને ચોંકી જશો

સોર્સ : GSTV
છોટા ઉદેપુરના કદવાલ તાલુકાના એક ગામની સગીરાની હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરનાર આરોપીએ પારિવારિક જમીનના ઝગડામાં સગીરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં જીલ્લા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)એ હત્યારા પ્રકાશ રાઠવાની ધરપકડ કરી છે.
ખેતરમાં સગીરાની હત્યા કરાયેલી લાશ મળી
નોંધનીય છે કે, નવ રચિત કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય એક સગીરાની હત્યા કરાયેલી લાશ મળી હતી. પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘરની બાજુમાં આવેલા ખેતરમાં સગીરાની હત્યા કરાયેલી લાશ મળી હતી.
કદવાલ પોલીસને મળી સફળતા
પછી કદવાલ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી હતી. સગીરાની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી હતી. તેથી અંતે પોલીસને સફળતા મળતા આ હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે.

