Bharuch News: પાનોલી જીઆઇડીસીની સલફર મીલ કંપનીમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સલ્ફર મીલ કંપનીમાં આજે (28 ડિસેમ્બરના રોજ) બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજે આગની ઘટના સર્જાઈ હતી. પાનોલી સ્થિત સલફર મીલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે. સદ્દનસીબે આ ઘટનામાં અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા.
કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, એ દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સલ્ફર મીલના યુનિટ હેડ વસ્તુપાલ શાહ દ્વારા આ ઘટના મામલે વધુ માહિતી આપવામાં આવી હતી.

