VIDEO: કદવાલના શિક્ષણ અધિકારી સામે જાતિના દાખલાની તપાસ
સોર્સ : gstv
છોટાઉદેપુરના નવરચિત કદવાલ તાલુકામાં પ્રાથમિક શાળાના આચાર્ય રણજીતસિંહ બારિયાને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ અપાયો છે, ત્યારે તેમના અનુસૂચિત જનજાતિના દાખલા અંગે અરજી થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. દાખલો ખોટો હોવાના આક્ષેપોની તપાસ માટે વડોદરા વિશ્લેષણ સમિતિએ રિપોર્ટ માંગ્યો હતો, જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે. સમિતિમાં અનિલભાઈ રાઠવા, પ્રદીપકુમાર પટેલ અને અનિલભાઈ પટેલનો સમાવેશ કરાયો છે. હાલ સમિતિ દ્વારા જરૂરી પુરાવા અને દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ વિશ્લેષણ સમિતિને મોકલવામાં આવશે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.

