Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Anganwadi running in a rented house in Vankala village

VIDEO: Chhotaudepurના વંકલા ગામે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી, પાયા ખોદાયા પણ કામ શરૂ ન થયું

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વંકલા ગામે આંગણવાડી બનાવવા માટે બે વર્ષ થી પાયા ખોદીને મૂકી રાખવામાં આવ્યા છે. પાયા ખોદેલા હોવાથી પ્રાથમિક શાળા ના બાળકો ને પણ મુશ્કેલી પડે છે. વંકલા ગામની આંગણવાડી નંબર 1 ભાડા ના મકાન માં ચાલી રહી છે આ મકાન માં પશુઓને ખવડાવવાનો ઘાસચારો તેમજ બાળકો ને નાસ્તો આપવાનું રસોડું તેમજ મકાન માલિક નું પરિવાર પણ રહે છે. નાના ભૂલકાઓ ને પંખા ની સુવિધા નથી બે વર્ષ થી આ પરિસ્થિતિ માં આંગણવાડી ચલાવવામાં આવી રહી છે. વિકસિત ગુજરાત માં બે બે વર્ષ થી આંગણવાડી નું મકાન બનાવી ના શકનાર જિલ્લા પંચાયત અને ધારાસભ્ય ની નિષ્કાળજી બહાર આવી છે. વિકાસ ના નામે ફોટો સેશન કરતા નેતાઓ આ ભૂલકાઓને ક્યારે આંગણવાડી બનાવી આપશે.

App Store

ભૂલકાંઓ હેરાન

સરપંચ પતિ નો આક્ષેપ છે કે મનરેગા યોજનામાં આંગણવાડી મંજૂરી થઈ હતી પરંતુ તેના એસ્ટિમેન્ટ ના ભાવ ઓછા છે એક આંગણવાડી બનાવવામાં  2 થી 3 લાખ નું નુકશાન જાય તેમ છે ત્યારે એસ્ટિમેન્ટ સુધારવા માટે રજૂઆત કરવા છતાંય એસ્ટિમેન્ટ ના સુધારવામાં આવતા અમે કામ કરતા નથી. સરકારે નવો પરિપત્ર આંગણવાડી બનાવવાના એસ્ટિમેન્ટ માં સુધારો કરવા માટે દરેક વિભાગ ને નવા એસોઆર પ્રમાણે એસ્ટિમેન્ટ બનાવવા માટે સૂચના આપવા છતાંય તંત્ર ના અધિકારીઓ તેનો અમલ કરતા નથી અને નાના ભૂલકાંઓને હેરાન પરેશાન કરી રહ્યા છે.

બાળકોને મુશ્કેલી 

બે બે વર્ષ થી ભાડા ના મકાન માં ચાલતી આંગણવાડી માં બાળકો ને મુશ્કેલી પડી રહી છે પંખા વગર ગરમી માં બેસવું મુશ્કેલ હોય છે જ્યારે અધિકારીઓ એસી ચેમ્બરો માં બેસી રહે છે આ ભૂલકાઓ બે બે વર્ષ થી પંખા વગર આંગણવાડી માં અભ્યાસ કરવા માટે આવે છે. વિકસિત ગુજરાત ની આ તસ્વીરો છે સરકાર કહે છે સૌ ભણે સૌ આગળ વધે પંરતુ આદિવાસી વિસ્તાર માં શિક્ષણ ની મૂળભૂત સુવિધા ઊભી કરવા માં અધિકારીઓ કામગીરી કરતા નથી

ટોપિક્સ:chhotaudepurnaswadipre primary