Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Ambala artisan blazes new trail for employment through traditional crafts

VIDEO: Chhota Udaipur / માટીકામમાં નવું ઇનોવેશન; અંબાલાના કારીગરે પરંપરાગત હસ્તકલા દ્વારા રોજગારીની નવી રાહ ચીંધી

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આજના આધુનિક યુગમાં પણ માટીની કલા જીવંત છે, અને તેનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામે પૂરું પાડ્યું છે. ગામના હસ્તકલા કારીગર રડતીયાભાઈ ધાનુક દ્વારા તૈયાર કરવામાં આવતી માટીની હાંડી અને વાસણોની લોકપ્રિયતા હવે છેક વડોદરા અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો સુધી પહોંચી છે.

App Store

રડતીયાભાઈ ધાનુક માટીકામની આ અદભૂત કલા તેમના બાપ-દાદા પાસેથી શીખ્યા છે. તેમણે માત્ર પોતાની આજીવિકા પૂરતું મર્યાદિત ન રહેતા, ગામના અન્ય 60 જેટલા લોકોને પણ આ હસ્તકલા શીખવી છે. આજે અંબાલા ગામના આશરે 60 પરિવારો માટીના વાસણો બનાવીને ગૌરવભેર રોજગારી મેળવી રહ્યા છે.

થોડા સમય અગાઉ વડોદરા ખાતે આયોજિત એક પ્રદર્શનમાં રડતીયાભાઈના સ્ટોલની મુલાકાત દરમિયાન તેમને માટીની હાંડીનો મોટો ઓર્ડર મળ્યો હતો. તેમણે માટીની હાંડી પર 'લાખ'નું વિશેષ કોટિંગ ચઢાવી તેને નવો ઓપ આપ્યો છે. આ ઈનોવેશનને કારણે શહેરી વિસ્તારોમાં માટીના ચૂલા અને હાંડીની માંગમાં ધરખમ વધારો થયો છે. લાખના કોટિંગને કારણે વાસણો વધુ મજબૂત અને આકર્ષક બને છે.

માટીના વાસણોમાં કરવામાં આવેલા નવા પ્રયોગો બાદ રડતીયાભાઈનો ઉત્સાહ બેવડાયો છે. હાલ તેઓ દર મહિને 12 હજાર રૂપિયાથી વધુનું વેચાણ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, બદલાતા સમય સાથે તાલ મિલાવીને તેઓ હવે ગ્રાહકોને હોમ ડિલિવરીની સુવિધા પણ પૂરી પાડી રહ્યા છે. પરંપરાગત કલાને વ્યવસાયિક રૂપ આપીને રડતીયાભાઈએ અન્ય કારીગરો માટે એક નવી રાહ ચીંધી છે.